Wednesday, 23 December 2020

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન

એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ.

સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સાથે જ પોતાની હથેળી જોઈ અને શ્લોક બોલવો ત્યાર પછી 
પલાંઠી વાળીને બેસો અને માનસી કરો જેમાં શ્રીજી મહારાજ મહંત સ્વામી મહારાજ અને આપણા હૃદય કમલમાં રહેલા પરમાત્માને પણ યાદ કરો

એવું gratitude કરો કે ભગવાને મને સવારે ઉઠાડયો આ જિંદગી આપી સારી નિંદ્રા આપી અને 
ત્યારબાદ ભૂમિ પર પગ મુકતા સાથે પણ gratitude કરો આ ધરતીએ મને કેટલું સુખ આપ્યું છે તેનો પણ આભાર માની અને પછી જ
એક કદમ આગળ ચલો

વાસી થુંક આંખમાં અંજન કરો અને

કાચમાં આપનો ચેહરો જોઇ અને તમે  ધન્ય છો તમે સમર્થ છો, હું બધાને પ્રેમ કરું છું, બધા મને પ્રેમ કરે છે, હું શાંત છું, હું દરેક કાર્ય કરવા માટે સમર્થ છું, મારા માટે બહુ અને બધી જ સાનુકૂળ થઈ રહી છે.
મારી સફળતા માટે ઘણી બધી તકો મારી સામે આવીને ઉભી છે અને રાહ જુવે છે

હું મારા મનને અને મારા વિચારોને આ સફળતાના સ્વાગત માટે હંમેશા ખુલ્લા રાખું છું.
મનોમન સેલ્ફ ટોક પણ કરું છું 

ડગલે અને પગલે આવા સાચા સત્પુરુષ મને જે પ્રાપ્ત થયા, આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, આ દેશ પ્રાપ્ત થયો છે, આ કાળ તેમજ આવા દિવ્ય સત્પુરુષ પ્રાપ્ત થયા છે, આવો દિવ્ય સત્સંગ પ્રાપ્ત થયો છે, આવી સમજણ પ્રાપ્ત થઇ છે, અને તેમાં પણ શિરમોર એવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ, આજ સમજણ જ આપણાને કલ્યાણના માર્ગ તરફ દોરી જશે.

જીવો ત્યાં સુધી જીવનમુક્ત, અને દેહ છોડ્યા પછી અત્યાંતિક મુક્તિ. આપણું કલ્યાણ નિશ્ચિત જ છે. અક્ષરધામ જ જવું છે એવો જ એક સંકલ્પ છે.

દ્રઢ આત્મવિશ્વાસ સાથે રોજ હું સેલ્ફ ટોક કરું છું.
નિત્ય છ વિચાર કરું છું. 

મારી દૈનિક ક્રિયામાં જેમ કે, સ્નાન કરતી વખતે દિલ્હી અક્ષરધામના નીલકંઠ વર્ણી અને મહંત સ્વામી મહારાજ ને સ્મરણ કરતા-કરતા સ્નાન કરીએ છીએ. ધીમે ધીમે મહંત સ્વામી જેમ ક્રિયા કરે, એવીરીતે કરવાનો આદર શરૂ કર્યો છે.

હજુ પૂજા બરાબર કરતો નથી 
ઝડપથી કરું છું, ઘણું બધું થઈ શકતું નથી, તો તેમાં સુધારો થાય શ્રીજી મહારાજ અને સંત પુરુષ રાજી થાય તેવી હું પૂર્ણ નિત્ય પૂજા કરી શકું તે માટે પ્રાર્થના છે, પૂજામાં હું નવા શ્લોકો તેમજ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિનો ઉચ્ચારણ કરું છું.

હવેથી તપની માળા, પ્રદક્ષિણા અને દંડવત પણ કરવાના શરૂ થાય છે. તે માટે પ્રાર્થના કરું છું.

પૂજા બાદ શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષા વાંચન થાય છે પરંતુ સત્સંગ દીક્ષા નો પાઠ નિયમિત થાય તેમજ 

યોગી ગીતાનું વાંચન થતું નથી તે પણ કરવું

વચનામૃત અને સ્વામીની વાતો વાંચવામાં આવે છે. હવે જીવન ચરિત્રનું વાંચન શરૂ કરવું  તેમજ 
જનમંગલ નામાવલી થાય છે તેની સાથે સહજાનંદ નામાવલીનો પાઠ પણ કરવો.

દરેક બાળકો તેમજ વડીલોને પણ મનોમન યાદ કરીને પગે લાગવાનું કાર્ય થઈ રહ્યું છે તે ચાલુ રાખવું.

ત્યારબાદ વડતાલના હરિકૃષ્ણ મહારાજને ત્યાં વલ્લભ સ્વામી સમજાવ્યા મુજબ મહંત સ્વામી સ્વામિનારાયણ 
મહંત સ્વામી સ્વામી નારાયણ  
આદ્ર ભાવે પ્રાર્થના કરું છું.


નાસ્તો કરતી વખતે શ્લોક અને સ્મૃતિ કરવી 

આજના દિવસનું પ્લાનિંગ કરું 
કૅલેન્ડર અને વોટ્સએપ અને ન્યૂઝ જોવા

દરેક કાર્યમાં ભગવાનને સંભારીને કાર્ય થાય તે માટેનો હવે પ્રયત્ન શરુ કર્યો છે.

જમતી વખતે શ્લોક અને સ્મૃતિ ગાન કરવું 

સાંજે સ્મૃતિ સહિત સ્નાન કરવું
સાંજે મંદિર અથવા સંસ્કાર ધામ દર્શન કરવાનો નિયમ રાખો  
આરતી અને અષ્ટક આખા બોલીને કરવા

બીજા દિવસનું પ્લાનિંગ કરવું

રાત્રે ઘરસભા અથવા એરિયા સભા 
રાત્રે સૂતી વખતે ઠાકોરજીના દર્શન કરી સ્મૃતિ કરી અને પછી જ સૂવું.

ભગવાન સંબંધ વિડીયો જોવા 
chesta gan કરવું હાલ ફક્ત સાંભળવામાં આવે છે.

અને gratitude કરી અને શયન માનસી કરી અને પછી શયનમાં જવું.

જય સ્વામિનારાયણ 
નરેન્દ્ર રાઠોડ 
અમદાવાદ 
તારીખ 23 ડિસેમ્બર 2020 11.57am

Saturday, 30 May 2020

પ.પૂ.મહંતસ્વામી મહારાજના દિવ્ય પ્રસંગો

*પ.પૂ.મહંતસ્વામી મહારાજના દિવ્ય પ્રસંગો*
★*.✧*:。¸¸•*¨*•..•*¨*• ¸¸。:*✧.*★

શાસ્ત્રીજી મહારાજના ૪ પ્રસંગ - અડધા કામાદિક દોષ બળી જાય - પૂ. મહંતસ્વામી મહારાજને સંતોએ પૂછ્યું : "આપના આવા કોઈ પ્રસંગ કહો" -

પૂ. મ.સ્વા.મ : 

( ૧ )

 "યોગીબાપાએ પાંચ ઉપવાસ કરાવ્યા તે" - એકદિવસ યોગીબાપાની હાજરીમાં ઉપવાસ કર્યો - સવારે ઠાકોરજીના દર્શન કરી,બાપાને પગે લાગી પારણાં કરવાનો ક્રમ - યો.મ. ને પગે લાગવા ગયા - યો.મ : " ગુરુ, આજે ઉપવાસ કરી લ્યો ! મહારાજ બહુ રાજી થશે." - બીજો ઉપવાસ થયો - ત્રીજા દિવસે ફરી ઠાકોરજીના દર્શન કરી બાપાને પગે લાગવા ગયા - યો.મ. : " આજે ઉપવાસ કરો તો સ્વામી બહુ રાજી થશે !" - આજ રીતે ચોથે ને પાંચમે દિવસે થયુ - યોગીબાપાના વચને સળંગ પાંચ 😲 દિવસના નિર્જળા ઉપવાસ કર્યા - મ.સ્વા.મ ને થયું હવે છઠ્ઠા દિવસે શું થશે? - છઠ્ઠે દિવસે સવારે યોગીબાપા પાસે ગયા - બાપાએ ખૂબ જ રાજીપો બતાવ્યો - જાતે લીંબુપાણી બનાવી રાખેલું. - પોતાના હાથે મ.સ્વા.મ ને પારણાં કરાવ્યા - ગુરુ વચન ઝીલવાની કેટલી તત્પરતા !!!
━•┈━══━┈┈━══━┈•━

(૨)

વર્ષો પહેલા -  ગોંડલમાં મહંતસ્વામી  સવારે વહેલા પૂજા કરવા બેઠાં - ધ્યાન કરતા હતા - ધ્યાન કરી રહ્યા પછી આંખ ખોલી - જોયું તો પૂજા અદ્રશ્ય !!! - મૂંઝાઈ ગયા - " મારી પૂજા ક્યાં ગઈ હશે ? કોણ લઈ ગયું હશે ? - ગળામાં  માળા હતી - વિચાર્યું : " અક્ષરદેરીમાં જાઉં, ત્યાં જઈ માળા ફેરવીશું, કંઇક જાણ થશે" - દેરીમાં ગયા - ત્યાં જઈ જોયું તો યોગીબાપા અક્ષરદેરીમાં મહાપૂજા કરતા હતા ને એ મહાપૂજા માં મહંતસ્વામી ની પૂજા ગોઠવેલી હતી - યોગીબાપાની મહાપૂજામાં અલૌકિક રીતે પ્રસાદીની થયેલી પૂજા અત્યારે પ.પૂ. સ્વામીશ્રી કરી રહયા છે - ગુરુ ને પણ શિષ્યનો કેટલો મહિમા !!!
━•┈━══━┈┈━══━┈•━

(૩)

મહંતસ્વામી મહારાજ ૨૦૧૭ ના આફ્રિકા વિચરણ વખતે કેન્યાના મસાઈમારા માં વિરાજમાન હતા - સ્વામીશ્રીનો બપોરનો આરામ માં જવાનો સમય થયો - આરામમાં જવા પહેલા થોડીવાર બેઠા - પછી પોઢવા જતા જતા બે હાથ ઊંચા કર્યા ને બોલવા લાગ્યા : " સહુનો સેવક એવો હું સાધુ કેશવજીવનદાસ ! સહુ નો સેવક" - સેવક સંત મુનિચિંતનસ્વામીએ કહ્યું : "સ્વામી ! આપ તો સહુના ગુરુ છો !" - તરતજ સ્વામીશ્રી કહે : "મને ગુરુ મનાતું જ નથી, હું દાસનો દાસ જ છું, સેવક છું." - આટલું બોલીને ઘસઘસાટ પોઢી ગયા - આ છે સ્વામીશ્રીની જીવનભાવના !!!
━•┈━══━┈┈━══━┈•━

(૪)

તાજેતરમાં ૨૦૧૭ પેરિસમાં સ્વામીશ્રીના વિચરણ દરમ્યાન એક યુવક જયેશ સિક્યુરિટીની સેવામાં રહે - જ્યારે તે પંદર વર્ષનો હતો ત્યારથી તેની પાસે એક ઓટોગ્રાફ બુક છે - જેમાં બધા સદગુરુ સંતોની સહી છે - એ વખતે તે મહંતસ્વામી મહારાજની સહી લેવા પણ ગયેલો - સ્વામીએ સહી ના કરતા ફક્ત એક ચિત્ર દોરી આપેલું - આટલા વર્ષો પછી જયેશને વિચાર આવ્યો કે સ્વામીશ્રીએ સહી નથી કરી ફક્ત ચિત્ર જ દોર્યું છે - તેણે આત્મસ્વરૂપ સ્વામીને પૂછ્યું : " સ્વામીશ્રી સહી કરી આપશે ?" - આત્મસ્વરૂપસ્વામી : "કરી આપશે, " - તે સ્વામીશ્રી પાસે ગયો - સ્વામીશ્રીએ ટૂંકી સહી , ' સા.કે.' (સાધુ કેશવજીવનદાસ ) કરી આપી - વર્ષો પહેલા સ્વામીશ્રીએ આ બુકમાં સાધુ નું ચિત્ર દોરી આપેલું એટલે જયેશે સ્વામીશ્રીને પૂછ્યું : "સ્વામી, તમે પહેલા આ સાધુ દોર્યા છે તો મારે શું સમજવું ?" - સ્વામીશ્રી એટલુંજ બોલ્યા  : " બધાએ સાધુ થવાનું છે !" - અર્થાત બધાએ એકાંતિક થવાનું છે - આ છે સ્વામીશ્રીના અંતર નો અભિપ્રાય...
━•┈━══━┈┈━══━┈•━

(૫)
દિલ્હી અક્ષરધામમાં નવો વોટરશો બન્યો ત્યારે તેમાં લાઇટિંગ એક્સપર્ટ તરીકે સેવા આપનાર એક રાલ્ફ નામના વ્યક્તિ.  - મહંતસ્વામી મહારાજ ગુરૂપદે આવ્યા પછી રાલ્ફ સૌ પ્રથમવાર પિંડવાળા માં મળી ને દર્શન કર્યા હતા - ત્રણ દિવસના રોકાણ દરમ્યાન એક દિવસ તેણે એક થાંભલાને લાઇટિંગ કરી સ્વામીશ્રી સમક્ષ ડેમોસ્ટ્રેશન કરેલું - સ્વામીશ્રીએ ખૂબ ભાવથી નિહાળ્યું - પછી સ્વામીશ્રીને હાર પહેરાવતી વખતે રાલ્ફને સ્વામીશ્રીના હાથ નો સહેજ સ્પર્શ થયો - મહંતસ્વામી મહારાજ એક પણ શબ્દ બોલ્યા નહોતા - રાલ્ફ એ પોતાની આ દિવ્ય અનુભૂતિ ની વાત પરત જતી વખતે પ્લેનમાં બેઠા બેઠા લખી - " સ્વામીશ્રીનું silence બહુ સ્પર્શી ગયું ! એમણે જ્યારે મારા હાથનો સ્પર્શ કર્યો ત્યારે જાણે હું બીજી દુનિયામાં હોઉં એવો દિવ્ય અનુભવ થયો !"
સ્વામીશ્રી એટલે દિવ્યતા નો મહાસાગર!!!
━•┈━══━┈┈━══━┈•━

(૬)
અમદાવાદમાં એક જગ્યાએ આપણું સ્થાન છે -  જે સોસાયટી માં આ સ્થાન આવેલું છે તે સોસાયટી ના ચેરમેન એક સરદારજી - બધી રીતે બહુ પહોંચેલા માણસ - આ સરદારજી આપણા સ્થાનનો અને પ્રવૃત્તિ નો ખુબજ વિરોધ કરે - સંતો એ સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ કહે તમે બધા ખોટા છો, સમજવા જ તૈયાર નહિ - છેલ્લે સંતોએ આ સરદારજીને કહ્યું : " એક કામ કરો, અમને ઓળખવા માટે અમારા ગુરુ મહંતસ્વામી મહારાજને એક વખત મળો તો ખરા ! પછી તમને એવું લાગે તો વિરોધ ચાલુ રાખજો" - સરદારજી કહે : " હું આવું તો ખરો, પણ એક શરત ; મને પગે લાગવાનું કહેતા નહિ . હું ફક્ત ગુરુ ગોવિંદસિંહને જ પગે લાગુ છું એટલે બે નાવ માં સફર ન થાય એક જ નાવમાં થાય. જો મને ગુરુ ગોવિંદસિંહના દર્શન થાય તો પગે લાગીશ"  -  સરદારજી દર્શને આવ્યા - હથિયારધારી અંગરક્ષકો સાથે હાંફળા ફાંફાળા થતા સ્વામીશ્રીની રૂમમાં પ્રવેશ્યા - પ્રવેશતાની સાથે જ આશ્ચર્ય!!! - આ સરદારજી અંદર પ્રવેશતાજ સ્વામીશ્રીના ચરણે પડી ગયા ને કહેવા લાગ્યા : " સ્વામી , મને ક્ષમા કરો. હવેથી હું આપને સપોર્ટ કરીશ."
   મહંતસ્વામી મહારાજનું કેવું ઐશ્વર્ય !!! 
━•┈━══━┈┈━══━┈•━
 
(પૂ.આત્મસ્વરૂપસ્વામી ના પેરિસના પ્રવચનમાં થી )

પ્રોજેટક પ્રભુ ચર્ચા - તદાત્મકપણું

પ્રોજેટક પ્રભુ ચર્ચા - તદાત્મકપણું  
તારીખ ૩૦-૦૫-૨૦૨૦ ના રોજ ગઢડા મધ્ય ૧૪ ની ચર્ચામાં નિર્વિકલ્પ સમાધિનું  વચનામૃત અન્વયે તદાત્મકપણું  તેનો અર્થ એવો સમજવો કે = નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય એને અમે તદાત્મકપણું કહીએ છીએ.એટલે કે અક્ષરના સાધર્મ્ય પણાને પામવું  ભગવાનના દિવ્ય ગુણોને પામવાના છે.

એટલે આ સમજવાનું છે.
  • ·         અક્ષરના સાધર્મ્ય પણાને પામો
  • ·         ભગવાન કોઇ થઇ શકતો નથી. ( કા. ૮-૧૦, લો ૪-૧૩, મ ૬૭)
  • ·         ભગવાન એક જ છે  (લો ૪-૧૩, મ ૬૭)
  • ·         ભગવાનના દિવ્યગુણોને પામવા ( પરંતુ  ભગવાનના એશ્વર્ય જેવા કે કર્તુમ, અકર્તુમ, અને અન્યથાકર્તુમ, તેમજ સર્વ કર્તા, નિયંતા, જેવી સામર્થીની વાત અહીયા નથી. )
  • ·         ભગવાનને પામવા અક્ષરની આવશ્યકતા છે. અનિવાર્ય છે ( લો ૭-૧૨, મ.૩)


ભગવાનનો અભિપ્રાય, સમજણ અને અભિગમ આ છે.
·         જીવને અક્ષર સાથે એકતા કરવી.
·         અક્ષરસાથે સ્વામી સેવકભાવ કરો તો ધિકકાર છે.
·         અક્ષર અને પુરુષોતમ બન્ને એક છે – એ ખોટો કોન્સેપટ છે. પણ ત્યાં સ્વામી સેવકભાવ રાખવાનો છે.


માયાવિષ્ટીત તત્વો માયાપરનું જ્ઞાન પામી ન શકે, સમજી કે સમજાવી ન શકે. માટે નિગમો નેતિ  નેતિ  કહીને ગાય છે. કારણકે તેને તે સુધી દૃષ્ટિ પહોંચતી જ નથી ( કારણ તે માયામાં છે ) ચાર તત્વો સુધી જ નિગમો આગમો પહોંચ્યા છે ચોથું તત્વ અવિદિત હતું.  એટલે તો અહં બ્રહ્માસ્મિ કહેતા...
સદભાગ્ય છે કે ભગવાન સ્વામીનારાયણનો આ ખરો સિધ્ધાત અક્ષર પુરુષોતમ દ્વારા રજુ થયો નહીં તો હજુ પણ આ જ ચાલતુ હોત..

શાસ્ત્રીજી મહારાજનો અભિપ્રાય.
·         પ્રગટ સત્પુરુષના પ્રસંગ થકી જ અક્ષરનું સાધર્મ્યપણું સાધી શકાય.
·         કા.૧ મુજબ ઇન્દ્રીયુ; અંતઃકરણ  ના ભાવ... સમજવો.
ટૂકમાં તદાત્મકપણું  તેનો અર્થ એવો સમજવો કે =
·         નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય એને અમે તદાત્મકપણું કહીએ છીએ.
·         એટલે કે અક્ષરના સાધર્મ્ય પણાને પામવું 
·         ભગવાનના દિવ્ય ગુણોને પામવાના છે.
·         ભગવાનનો દૃઢ નિશ્ચય  લીમડો એટલે લીમડો
·         એને જ નિર્વિકલ્પ સમાધિ, નિર્ગુણ, બ્રહ્મ, દૃઢ નિશ્ચય, તદાત્મકપણું કહીએ.  

પ્રોજેકટ પ્રભુ અન્વયે કરવાના થતાં ફેરફારઃ
આપણી મૂળમાં પણી નથી રેડતા ..
સાધનાની સાચી રીત શું છે ? જેનાથી પોષણ થાય  તો
અત્યાર સુધી ભૈાતિક ફેરફાર કરવાની વાતો કરી
હવે આધ્યાત્મિક માર્ગમાં ફેરફાર કરવાનો વિચાર અને આચાર આયામ સાથે કરીએ.

જ્ઞાનની વિભાવના   ( જ્ઞાનનો કોન્સેપ્ટ )
Information     ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન
Knowledge    જયારે અંતઃકરણ સ્વીકારે અને સાક્ષાત્કાર સુધી પહોંચે
Wisdom        જીવમાંથી હા પડે
  
હવે વીઝડમ સુધી પહોંચવાના માર્ગમાંઆપણે કયા સ્ટેજે છીએ ?  
તેનો વિચાર કરીએ અને તેનું લેવલ ચકાસીએ ?

બીલ્લી આવે તો ભાગ જાના,   એ વાત જાણીએ છીએ પણ બીલ્લીને સમજયા છીએ  ?

Wisdom માટેના સ્ટેપ્સ
(૧)    ખાલી થવું.    એટલે
        દાસના દાસના દાસ થવું, મન સોંપી દેવું, સમજણ કેળવવી.
(ર)     પરિસ્થતિ બોદલાવાની નથી, સમજણ બદલવાની છે.
        આવું હોય ત્યા આવુ જ હોય
કર્તા હતાર્નો વિચાર, જેવી ભગવાનની મરજી
જે થાય છે તે સારા માટે
આમાં મારી કાંઇક ભૂલ હશે
જયારે કોઇકના શબ્દો આવે ત્યારે તે અજ્ઞાનના શબ્દો છે, તે અજ્ઞાની છે તેવી સમજણ રાખવી પણ વિવાદ ન કરવો.
(૩)    શરૂઆત મારાથી ..... ચેરીટી બીગીન્સ ફ્રોમ હોમ
        અપેક્ષા ન રાખો, આવેગમાં આવો.
        તમે કોઇને સુધારી શકવાના નથી એ ફાંકો કાઢી નાખો
બીજાને સુધારવાની ટેવ સુધારો
       
(૪)    સાધનાના આધ્યાત્મિક માર્ગમાં સ્વ-અર્થી બનો.
(પ)    વર્તન વાતો કરે,
       
અક્ષરપુરુષોતમ દર્શન
અંતતઃ આપણા સૈાના સદભાગ્ય છે કે અગાઉ શંકરાચાર્યો દ્વારા જે વેદીક મતો અત્યાર સુધીમાં રજુ થયા છે તેમાં અદૃતન મત અક્ષરપુરુષોતમ દર્શન પુજય ભદ્રેશ સ્વામી દ્ગવારા રજુ કરીને આપણી શુધ્ધ ઉપાસનાને જે પ્રતિપાદિત કરી છે તે આપણા સૈા માટે દીવાદાંડી સમાન છે. જેમાં કાશીના વિદ્વાન પંડીતોએ પણ મહોર મારી દીધી છે. તો આપણે હવે તેને સ્વીકારીને આધ્યાત્મિક સાધનાના માર્ગે આદર્શ સાધન બની પુરુષોતમને સાધવા માટે દર્શાવેલ સાધનાનીસાચી રીતને અપનાવીએ અને આદર્શ સાધક બનીએ .

અસ્તુ,

જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
તારીખ ૩૦-૦૫-૨૦૨૦

Thursday, 28 May 2020

ગઢડા મધ્ય ૧૫

ગઢડા મધ્ય ૧૫
સ્વભાવને વિષે શત્રુપણું રાખ્યાનું

સ્વભાવને વિષે શત્રુપણું રાખ્યાનું જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જો કામ-ક્રોધાદિક માંહેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈરબુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારેય પણ ટળે નહીં. એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુમાત્રને ટાળે

શત્રુ કોણ છે?
કેવા લક્ષણે ખબર પડે કે એ શત્રુ છે ?
તેની લાક્ષણિકતાઓ શું છે? અને
તેના ઉપયો શું છે ?
આ બાબતે ઝીણીચર્ચા કરી ગોષ્ઠી કરવામાં આવી અને પ્રોજેકટ પ્રભુ ઉપક્રમે આપણા જીવન અને જીવનશૈલીમાં કેવા કેવાનાના નાના ફેરફારો કરવા તે અંગે કેટલીક ચર્ચા કરી.

સામાન્યતઃ  કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઇર્ષા, અહંકાર, આશા, તૃષ્ણા, અસુયા, જેવા શાબ્દીક માયાના ભાવો આપણા જીવનમાં રૂટિન થઇ ગયા છે પણ તે સ્વભાવ કે પંચવિષયરૂપે મને કયાં બાધિત કરે છે ?

તેને સુક્ષ્મરીતે સમજવા માટે કેટલોક વ્યાયામ કર્યો અને પ્રોજેકટ બનાવ્યો.
ખપનો આભાસ/ભ્રમ છે તેને વાસ્તવિક બનાવો.
જો અંદરથી મોક્ષનોખપ, જાગે તો મહિમા આવશે અને તો જ દિવ્યભાવ નિર્દોષભાવ જેવા સદગુણો આવશે.

નરેન્દ્ર રાઠોડ
તારીખઃ ૨૮-૦૫-૨૦૨૦
અમદાવાદ 

Tuesday, 26 May 2020

ગઢડા મધ્ય ૧૪


ગઢડા મધ્ય ૧૪
નિર્વિકલ્પ સમાધિનું


પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનના સ્વરૂપને વિષે જે સંત તદાત્મકપણાને પામે છે, તે સમાધિએ કરીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે? 

ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં, એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય એને અમે તદાત્મકપણું કહીએ છીએ. અને અને એવું જે એ તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે
અહીંયા તદાત્મકપણું  તેનો અર્થ એવો સમજવો કે   = નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય એને અમે તદાત્મકપણું કહીએ છીએ.  એટલે કે

·         ભગવાનના દિવ્ય ગુણોને પામવાના છે.
·         અક્ષરના સાધર્મ્ય પણાને પામવું  
·         અક્ષર અને ભગવાનની એકતા છે.
·         અક્ષરરૂપ થાવ છો, પુરુષોતમરૂપ નથી થતા એમ સમજવું.
·         ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં
·         જો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં,

આ તદાત્મકપણું પણ કેવળ સમાધિએ કરીને નથી થતું
ઉપર જણાવ્યું એ તદાત્મકપણું તેને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ

ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળો જાણવો;
અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો ઝાઝી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવો

નરેન્દ્ર રાઠોડ
તારીખઃ ૨૬-૦૫-૨૦૨૦
અમદાવાદ

Monday, 25 May 2020

ગઢડા મધ્ય ૧૩ દિવસ-૪


ગઢડા મધ્ય ૧૩ દિવસ-૪
તેજનું


એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી અને સમજણાવ્યું કે, આવી ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંછે અને સદ્‌ગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે,  ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાની બુદ્ધિબળે કરીને સદ્‌ગ્રંથોમાંથી પણ સમજાતી નથી.

ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજ્યામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો.

કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને રાખજ્યો 
આ વાત સમજાય તો  -  આ વાત એટલે ભગવાનના સ્વરૂપની, નિશ્ચયની, પ્રગટ ભગવાનની
જે તેજને વિષે મૂર્તિ કહી તે જ આ શ્રીજીમહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે.
જે હાલ નેનપુરમાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પુ. મહંતસ્વામી મહારાજ રૂપે પ્રગટ છે.

સાથે સાથે કેટલીક બીજી ગોષ્ઠિ પણ થઇ.
·         કિમ; આશ્ચર્યમ – જગતનું આ જ સૈાથી મોટુ આશ્ચર્ય છે.
·         પ.પુ. મહંતસ્વામી મહારાજ પુજા પછી ૭ મીનીટ સુધી હાથ જોડીને સૈાને નમ્રભાવે વંદન કરે છે., આપણે પ્રયત્ન કરી જોઇએ  કેટલી વાર સુધી રાખી શકીએ છીએ ?
·         મુંબઇના કોઠારી પુ. ભકિતપ્રીય સ્વામીની વિશેષતા તેમણે મટકુ જીત્યું છે – જો જો કોઇ વખત તે મટકું મારતા પણ જોવા નહી મળે.


અગતરાઇમાં જયારે સંતો ધ્યાન કરતા હતા તે પ્રસંગની વાત છે તે વખતે ગોપાળાનંદસ્વામીએ સંતોને પુછયું, કે, શેનું ધ્યાન કરો છો ? તો સંતો બોલ્યા - મહારાજે જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરીહોય તેનું ધ્યાન કરીએ છીએ ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા, ધ્યાન એટલે – પોતાના જીવને વિષે અક્ષરબ્રહ્મ ને વિષે એકતા કરવી તેનું નામ ધ્યાન.

આજે પ્રગટ સત્પુરુષ દ્વારા આપણાને  સાધના મંત્ર આપ્યો છેઃ અક્ષરમ્ અહં, પુરુષોતમ દાસોસ્મિ્

મનુષ્ય દેહની દુર્લભતા ઉપર વાત કરી, જે બીજા જીવ પ્રાણીમાત્રને ભગવાને બધું જ આપ્યું છે પણ બુધિ કેવળ મનુષ્યને જ આપેલછે.અને તે મોક્ષનેકામ આવે તેનું નામ બુધ્ધિ .

નટવરભાઇના સસરા પ.ભ. શ્રી મોહનભાઇ પટેલ (દાદા) પણ આજની ગોષ્ઠિમાં લાભ આપતા જણાવ્યું કે,   મુળજી બ્રહ્મચારીને  શ્રીજી મહારાજે  ભાષણ કરવા જણાવ્યું તો કહે મને નો આવડે, તોય બોલો તો બોલ્યા
જેવા મહારાજ છે એવા જાણજો
જેવા મહારાજ છે એવા જાણજો
જેવા મહારાજ છે એવા જાણજો
જેવા મહારાજ છે એવા જાણજો
આવીરીતે શ્રીજી મહારાજ  મહારાજને જેવા છે તેવા ને તેવા જાણવા એવો અર્થ ગ.મ. ૧, ગ.અં. ૩૯ અને ગ.મ. ૧૩માંથી સાંકળી કરીને નિત્ય પ્રત્યે વિચારવો દૃઢ કરવો. 

નરેન્દ્ર રાઠોડ
તારીખઃ ૨૫-૦૫-૨૦૨૦
અમદાવાદ

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...