Saturday, 30 May 2020

પ.પૂ.મહંતસ્વામી મહારાજના દિવ્ય પ્રસંગો

*પ.પૂ.મહંતસ્વામી મહારાજના દિવ્ય પ્રસંગો*
★*.✧*:。¸¸•*¨*•..•*¨*• ¸¸。:*✧.*★

શાસ્ત્રીજી મહારાજના ૪ પ્રસંગ - અડધા કામાદિક દોષ બળી જાય - પૂ. મહંતસ્વામી મહારાજને સંતોએ પૂછ્યું : "આપના આવા કોઈ પ્રસંગ કહો" -

પૂ. મ.સ્વા.મ : 

( ૧ )

 "યોગીબાપાએ પાંચ ઉપવાસ કરાવ્યા તે" - એકદિવસ યોગીબાપાની હાજરીમાં ઉપવાસ કર્યો - સવારે ઠાકોરજીના દર્શન કરી,બાપાને પગે લાગી પારણાં કરવાનો ક્રમ - યો.મ. ને પગે લાગવા ગયા - યો.મ : " ગુરુ, આજે ઉપવાસ કરી લ્યો ! મહારાજ બહુ રાજી થશે." - બીજો ઉપવાસ થયો - ત્રીજા દિવસે ફરી ઠાકોરજીના દર્શન કરી બાપાને પગે લાગવા ગયા - યો.મ. : " આજે ઉપવાસ કરો તો સ્વામી બહુ રાજી થશે !" - આજ રીતે ચોથે ને પાંચમે દિવસે થયુ - યોગીબાપાના વચને સળંગ પાંચ 😲 દિવસના નિર્જળા ઉપવાસ કર્યા - મ.સ્વા.મ ને થયું હવે છઠ્ઠા દિવસે શું થશે? - છઠ્ઠે દિવસે સવારે યોગીબાપા પાસે ગયા - બાપાએ ખૂબ જ રાજીપો બતાવ્યો - જાતે લીંબુપાણી બનાવી રાખેલું. - પોતાના હાથે મ.સ્વા.મ ને પારણાં કરાવ્યા - ગુરુ વચન ઝીલવાની કેટલી તત્પરતા !!!
━•┈━══━┈┈━══━┈•━

(૨)

વર્ષો પહેલા -  ગોંડલમાં મહંતસ્વામી  સવારે વહેલા પૂજા કરવા બેઠાં - ધ્યાન કરતા હતા - ધ્યાન કરી રહ્યા પછી આંખ ખોલી - જોયું તો પૂજા અદ્રશ્ય !!! - મૂંઝાઈ ગયા - " મારી પૂજા ક્યાં ગઈ હશે ? કોણ લઈ ગયું હશે ? - ગળામાં  માળા હતી - વિચાર્યું : " અક્ષરદેરીમાં જાઉં, ત્યાં જઈ માળા ફેરવીશું, કંઇક જાણ થશે" - દેરીમાં ગયા - ત્યાં જઈ જોયું તો યોગીબાપા અક્ષરદેરીમાં મહાપૂજા કરતા હતા ને એ મહાપૂજા માં મહંતસ્વામી ની પૂજા ગોઠવેલી હતી - યોગીબાપાની મહાપૂજામાં અલૌકિક રીતે પ્રસાદીની થયેલી પૂજા અત્યારે પ.પૂ. સ્વામીશ્રી કરી રહયા છે - ગુરુ ને પણ શિષ્યનો કેટલો મહિમા !!!
━•┈━══━┈┈━══━┈•━

(૩)

મહંતસ્વામી મહારાજ ૨૦૧૭ ના આફ્રિકા વિચરણ વખતે કેન્યાના મસાઈમારા માં વિરાજમાન હતા - સ્વામીશ્રીનો બપોરનો આરામ માં જવાનો સમય થયો - આરામમાં જવા પહેલા થોડીવાર બેઠા - પછી પોઢવા જતા જતા બે હાથ ઊંચા કર્યા ને બોલવા લાગ્યા : " સહુનો સેવક એવો હું સાધુ કેશવજીવનદાસ ! સહુ નો સેવક" - સેવક સંત મુનિચિંતનસ્વામીએ કહ્યું : "સ્વામી ! આપ તો સહુના ગુરુ છો !" - તરતજ સ્વામીશ્રી કહે : "મને ગુરુ મનાતું જ નથી, હું દાસનો દાસ જ છું, સેવક છું." - આટલું બોલીને ઘસઘસાટ પોઢી ગયા - આ છે સ્વામીશ્રીની જીવનભાવના !!!
━•┈━══━┈┈━══━┈•━

(૪)

તાજેતરમાં ૨૦૧૭ પેરિસમાં સ્વામીશ્રીના વિચરણ દરમ્યાન એક યુવક જયેશ સિક્યુરિટીની સેવામાં રહે - જ્યારે તે પંદર વર્ષનો હતો ત્યારથી તેની પાસે એક ઓટોગ્રાફ બુક છે - જેમાં બધા સદગુરુ સંતોની સહી છે - એ વખતે તે મહંતસ્વામી મહારાજની સહી લેવા પણ ગયેલો - સ્વામીએ સહી ના કરતા ફક્ત એક ચિત્ર દોરી આપેલું - આટલા વર્ષો પછી જયેશને વિચાર આવ્યો કે સ્વામીશ્રીએ સહી નથી કરી ફક્ત ચિત્ર જ દોર્યું છે - તેણે આત્મસ્વરૂપ સ્વામીને પૂછ્યું : " સ્વામીશ્રી સહી કરી આપશે ?" - આત્મસ્વરૂપસ્વામી : "કરી આપશે, " - તે સ્વામીશ્રી પાસે ગયો - સ્વામીશ્રીએ ટૂંકી સહી , ' સા.કે.' (સાધુ કેશવજીવનદાસ ) કરી આપી - વર્ષો પહેલા સ્વામીશ્રીએ આ બુકમાં સાધુ નું ચિત્ર દોરી આપેલું એટલે જયેશે સ્વામીશ્રીને પૂછ્યું : "સ્વામી, તમે પહેલા આ સાધુ દોર્યા છે તો મારે શું સમજવું ?" - સ્વામીશ્રી એટલુંજ બોલ્યા  : " બધાએ સાધુ થવાનું છે !" - અર્થાત બધાએ એકાંતિક થવાનું છે - આ છે સ્વામીશ્રીના અંતર નો અભિપ્રાય...
━•┈━══━┈┈━══━┈•━

(૫)
દિલ્હી અક્ષરધામમાં નવો વોટરશો બન્યો ત્યારે તેમાં લાઇટિંગ એક્સપર્ટ તરીકે સેવા આપનાર એક રાલ્ફ નામના વ્યક્તિ.  - મહંતસ્વામી મહારાજ ગુરૂપદે આવ્યા પછી રાલ્ફ સૌ પ્રથમવાર પિંડવાળા માં મળી ને દર્શન કર્યા હતા - ત્રણ દિવસના રોકાણ દરમ્યાન એક દિવસ તેણે એક થાંભલાને લાઇટિંગ કરી સ્વામીશ્રી સમક્ષ ડેમોસ્ટ્રેશન કરેલું - સ્વામીશ્રીએ ખૂબ ભાવથી નિહાળ્યું - પછી સ્વામીશ્રીને હાર પહેરાવતી વખતે રાલ્ફને સ્વામીશ્રીના હાથ નો સહેજ સ્પર્શ થયો - મહંતસ્વામી મહારાજ એક પણ શબ્દ બોલ્યા નહોતા - રાલ્ફ એ પોતાની આ દિવ્ય અનુભૂતિ ની વાત પરત જતી વખતે પ્લેનમાં બેઠા બેઠા લખી - " સ્વામીશ્રીનું silence બહુ સ્પર્શી ગયું ! એમણે જ્યારે મારા હાથનો સ્પર્શ કર્યો ત્યારે જાણે હું બીજી દુનિયામાં હોઉં એવો દિવ્ય અનુભવ થયો !"
સ્વામીશ્રી એટલે દિવ્યતા નો મહાસાગર!!!
━•┈━══━┈┈━══━┈•━

(૬)
અમદાવાદમાં એક જગ્યાએ આપણું સ્થાન છે -  જે સોસાયટી માં આ સ્થાન આવેલું છે તે સોસાયટી ના ચેરમેન એક સરદારજી - બધી રીતે બહુ પહોંચેલા માણસ - આ સરદારજી આપણા સ્થાનનો અને પ્રવૃત્તિ નો ખુબજ વિરોધ કરે - સંતો એ સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ કહે તમે બધા ખોટા છો, સમજવા જ તૈયાર નહિ - છેલ્લે સંતોએ આ સરદારજીને કહ્યું : " એક કામ કરો, અમને ઓળખવા માટે અમારા ગુરુ મહંતસ્વામી મહારાજને એક વખત મળો તો ખરા ! પછી તમને એવું લાગે તો વિરોધ ચાલુ રાખજો" - સરદારજી કહે : " હું આવું તો ખરો, પણ એક શરત ; મને પગે લાગવાનું કહેતા નહિ . હું ફક્ત ગુરુ ગોવિંદસિંહને જ પગે લાગુ છું એટલે બે નાવ માં સફર ન થાય એક જ નાવમાં થાય. જો મને ગુરુ ગોવિંદસિંહના દર્શન થાય તો પગે લાગીશ"  -  સરદારજી દર્શને આવ્યા - હથિયારધારી અંગરક્ષકો સાથે હાંફળા ફાંફાળા થતા સ્વામીશ્રીની રૂમમાં પ્રવેશ્યા - પ્રવેશતાની સાથે જ આશ્ચર્ય!!! - આ સરદારજી અંદર પ્રવેશતાજ સ્વામીશ્રીના ચરણે પડી ગયા ને કહેવા લાગ્યા : " સ્વામી , મને ક્ષમા કરો. હવેથી હું આપને સપોર્ટ કરીશ."
   મહંતસ્વામી મહારાજનું કેવું ઐશ્વર્ય !!! 
━•┈━══━┈┈━══━┈•━
 
(પૂ.આત્મસ્વરૂપસ્વામી ના પેરિસના પ્રવચનમાં થી )

No comments:

Post a Comment

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...