ગઢડા મધ્ય -૫
પતિવ્રતા અને શૂરવીર પણાનું
વચનામૃત ગોષ્ઠીની શરૂઆતમાં જ શ્રીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આ બે ચેષ્ટાઓમાં સામ્યતા જાણવા મળી
૧) આંખ ના ઈશારે કોઈ કાર્ય કરે
૨) જમવા બેસવાની પદ્ધતિ જમણો પગ ઉભો રાખી અને બેસે
આ વચનામૃતમાં પતિવ્રતા ધર્મ, શૂરવીરતા સાથે ભક્ત અને વિમુખ નો પક્ષ આ મુખ્ય ત્રણ બાબતો ઉપર મુખ્ય ચર્ચા થઈ
તેમાં અંત્ય16 અને વડતાલ 13 વચનામૃત ઉપર સ્વરૂપનિષ્ઠાની પણ સાથે સાથે ચર્ચા થઈ
જે ભગવાનના ભક્ત છે તેની કે ભગવાન રક્ષા કરે છે વિમુખનો પક્ષ રાખવામાં આવે તો અંતે વિમુખ થાય છે, જેણે ભગવાનનો ના ભક્તનો પક્ષ રાખ્યો છે તેનો વિજય થયો છે
યોગીજી મહારાજ યોગીજી ગીતામાં
દાસત્વનો પરિચય ચાર કલમો દેખાડી છે તેમાં પતિવ્રતા દાસત્વની ઉત્તમ સમજણ સમજાવતા શ્રીજી મહારાજ પણ જણાવે છે કે પતિવ્રતા અને શુરવીરતાએ જરૂરી છે, જ્યાં જરૂર પડે ત્યાં તીખા બાણ પણ મારવા
પ્રસંગ:
સિંગાપુરમાં મહંત સ્વામી મહારાજનો પ્રસંગની ચર્ચા કરતા ૪૦માં માળેથી વિશ્વનું સંચાલન નહીં થાય છે, તે જણાવતા તેઓ કોરોના કેમ નેનપુર જઈને બેસી ગયા ?
તો શ્રીજી મહારાજએ કાળ કર્મ અને માયાની પ્રધાનપણું માનવાની વાત છે આઠ-દેશકાળના પ્રધાનની વાત છે તેવી સમજણની ચર્ચા થઈ
પતિવ્રતા એટલે પતિની મરજી લોપે નહીં
વચનામ્રતની સાથે સાથે સ્વામીની વાતો ત્રીજા પ્રકારની 74 વાત નો ઉલ્લેખ કરી મહારાજે કહ્યું કે દુષ્કાળ પાડું ત્યારે ગુણાતીતાનંદ સ્વામી ટૂંટિયું લાવો મહારાજની મરજીને પોતે સ્વીકારે છે
ચર્ચામાં એક વાત તમોગુણ રજોગુણ અને સત્વગુણ વધે છે તે કોને આધારે વર્તે છે તેની પણ ચર્ચા કરવામાં આવી તો
સત્વગુણ રજોગુણ તમોગુણ તેમાં આ ગુણના ભાવ જે કાળ કર્મ અને માયાના પ્રધાનનું પ્રધાપણું હોય તેમ એ જીવ ને થતા હોય છે વળી એ ભગવાનની શક્તિ છે જે માટે કહ્યું છે ને કે સત્વગુણ વર્તે ત્યારે ધ્યાન કરવું .
આંમ ગુણના ભાવ કે પૂર્વના સંસ્કાર સંગનું પ્રધાનપણું એને આધારે છે. તેનો ઉલ્લેખ કરતાં પ્રથમ ના તેરમાં વચનામૃતમાં પૂર્વજન્મના કર્મના બંધન છે અને કારિયાણી વચનામૃત મુજબ કર્મનો સિદ્ધાંત જ્યારે કર્મ પરિપક્વ થાય છે અને ત્યારે પ્રારબ્ધ કે ફળ પ્રાપ્ત થાય છે.
આમ ચાર પ્રકારના ભક્તોનો ઉલ્લેખ કરી જ્ઞાની પ્રીતિવાળા શૂરવીર અને વિશ્વાસુ ભક્તની વાત પણ એ જગ્યાએ ઉલ્લેખ છે. તો શૂરવીર ભક્ત હોય તો તેની સામે કોઈ ઘસાતું બોલી શકે નહિં, તે કોઈ વિષયમાં લેવાય નહીં, વિષયનો લેવાયો લેવાય નહીં.
શૂરવીર ભક્ત તરીકે આ ચર્ચામાં પ્રભુદાસ પટેલે તેમના પ્રસંગની વાત કરી.
તેમના વેવન તારાબેન માતાજીના ભક્ત અને જેઓને રાંદલ માતા આવતા હોઇ, તેમનો એક સ્વામીનારાયણનો યુવક તેને કમરનો દુખાવો મટાડયો હતો અને હવે તેમની સાથે ઢોલ વગાડે છે અને માતાજીની ઉપાસના કરે છે.
તો પ્રભુદાસને પણ કમરનો દુખાવો છે એટલે તેમને આ જણાવતા વિવેકથી ના પાડી અને ઈષ્ટ દેવની મરજી જણાવી.
ગઢડા મધ્ય 60 માં ભગવાનનો પ્રતાપ છે એ પંચ મહાપાપને પણ બાળી નાખે છે.
ગઢડા મધ્ય 61 તો નિયમ નિશ્ચય અને પક્ષનું જ વચનામ્રત છે .
આ અંગે પતિવ્રતા અને શૂરવીરપણાંની આ વાતની ઘણી બધી ચર્ચાઓ આજે થઈ.
આસ્તુ
જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
તારીખ 8 એપ્રિલ 2020
No comments:
Post a Comment