વચનામૃત ગઢડા મધ્ય 4
માહાત્મ્યને શ્રદ્ધાથી અખંડ ચિંતવન થાય, ફાટેલી લંગોટી અને તુંબડીનું
આ વચનામૃતમાં મહિમા મુખ્ય છે
ભગવાનનો મહિમા
ઉદાહરણ તરીકે વાત સમજાવતા જે સોનાની વાત કરવામાં આવી છે કે તેને જમીનમાં દાટવામાં આવે તો તે વૃદ્ધિ પામે પણ ધૂળ ભેગો ભળી જતો નથી.
વિષયનો લીધો લેવાય નહીં એ એક પેરામીટર છે એ હોય તો જ મહિમા સમજાવ્યો છે
વિષયનું સુખ અને ભગવાનનું સુખ છો જો તેનું મહાત્મ્ય બરાબર સમજી લીધું હોય તો તેને ખબર પડે
ગઢડા મધ્ય ૧૩ મુજબ તેને વિષયનો ઓટોમેટીક ત્યાગ થઇ જશે.
ગઢડા પ્રથમ ૨૪માં જ્ઞાનની સ્થિતિ થાય ત્યારે મહાત્મયરૂપી ખટાઇ ચડી હોય તો રાંધેલો ભાત ચવાય નહીં તે ઉદાહરણ મુજબ તો જ ભગવાનની અખંડ મૂર્તિ દેખાય કે તેને કેટલો ભગવાનનો નિશ્ચય અને મહિમા છે કેટલો મહાત્મ્ય /મહિમાનો વિચાર છે.
આપણને જે નિત્ય છ વિચાર કરવા જણાવવામાં આવ્યા છે તે મુજબ
૧) પ્રાપ્તિનો વિચાર
૨) રાજીપનો વિચાર
૩) ભગવાનના કર્તાપણાનો વિચાર
૪) આત્મ વિચાર
૫) સાંખ્ય વિચાર
૬) મહિમનો વિચાર
એમાંનો એક વિચાર અહીં યોગીજી મહારાજના જીવન ચરિત્રમાં ગઢડા મધ્ય ચાર વચનામૃત જ્યારે પ્રથમ વાર વાંચ્યું ત્યારે રમણીય પંચ વિષયમાં જણાય ત્યાં સુધી તણાય છે ત્યાં સુધી ભગવાનનો મહિમા છે જ નહીં. તે વાત ઉપરથી તે ક્ષણથી જ અમોએ (યોગીહી મહારાજે) વિષયનો સમૂળગો ત્યાગ કરી દીધો.
યોગીજી મહારાજ જીવન ચરિત્ર ભાગ એકમાં પ્રથમ વખત આ વચનામૃત વાંચવામાં આવ્યું કે તરત જ નિર્ણય લઇ અને અમલ કરી દીધો. તે જ દિવસથી તેમના સંકલ્પ પણ જતા રહેલા એટલે આ વચનામૃત ને સિદ્ધ કર્યું એવું પોતે સર્ટિફિકેટ આપે છે.
પૂજ્ય yogicharan સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી છગનબાપા મોરજરવાળા એ આફ્રિકામાં રહેતા ત્યારે મગનભાઈ અને હરમાનભાઈની કથા સાંભળવા માટે એક હરિભક્તે તેમને કથામાં આવવા જણાવ્યું. ત્યારે તેઓએ વિષય ખંડની વાત પ્રથમ વખત સાંભળી ત્યારે તેમને અંતર્દૃષ્ટિ થઈ અને પ્રથમ વખત પ્રથમનું અઢારમું સાંભળ્યું અને તેઓ રેગ્યુલર સત્સંગ થઈ ગયા અને તેમનું જીવન પરિવર્તન થઈ ગયું.
તેઓ પ્રથમ પોતે ધર્માદાનો 10 મો ભાગ કાઢતા. આમ બીજાને પણ તેમાંથી પ્રેરણા મળતી એટલે કહેવાય છે ને કે વર્તન વાતો કરે
ગુણાતીતાનંદ દ્વિ શતાબ્દી મહોત્સવ ૧૯૮૫માં થયો ત્યારે જ્હોન માટુરિયાએ એ દારૂ નહીં પીવાનો સબકલ્પ કર્યો, પ્રતિજ્ઞા કરી ત્યારે પ્રમુખ સ્વામી બોલ્યા સામૈયો સફળ.
મહિમા હોય તેને ભક્તિ વિના ના રહેવાય
સેવા તે સામેથી શોધતો રહે અને
અનુવૃત્તિથી સેવા કરે
મહિમાથી સેવા કરે
સેવાનું તેને તાન રહે
હક્કા બાપુ અને યોગીજી મહારાજ પણ વાસણ ઘસવાની સેવા માટે ખેંચાખેંચી કરતા.
મહીમાં જાણતો હોય તો વિષયમાંથી પણ રક્ષા થાય અને વળી જે ધર્મમાં પણ કોઈ કાળે પડે નહીં.
જ્યાં સુધી વિષય ને લીધે લેવાય છે ત્યાં સુધી તેને મહિમા જ નથી તેમ સમજવું
કેટલાક શબ્દો ઉપર પણ ચર્ચા કરવામાં આવી જેનો શબ્દાર્થ આપણે સામાન્ય કરી દીધો છે.
જેમ કે
સિધ્ધાંત, દુર્લભ, કલ્યાણ આ બધા શબ્દો વચ્ચે ગૂઢ અર્થ છે તે આપણે ભૂલી ચૂક્યા છીએ. જો શબ્દનાં ઊંડા અર્થ માં જાય અને જ્ઞાન થાય તો જ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય અને એટલો મહિમા સમજાય. અને તો જ અખંડ ભગવાનનું ચિંતન થઈ શકે.
આવું જ્ઞાન થાય અને અખંડ ભગવાનની સ્મૃતિ રહે અને વિશ્વમાં આવી પડેલ કોરોના વાયરસની મહામારી જલ્દીથી દૂર થાય અને આવો સત્સંગ સર્વને પ્રાપ્ત થાય અને કલ્યાણના માર્ગે સર્વે વળે એ જ અભ્યર્થના સાથે
નરેન્દ્ર રાઠોડના જય સ્વામિનારાયણ.
અસ્તુ,
તારીખ 06-05-2020
બુધવાર
No comments:
Post a Comment