Tuesday, 5 May 2020

ગઢડા મધ્ય -૩

વચનામૃત ગઢડા મધ્ય -૩ 
રસિક માર્ગ અને આત્મજ્ઞાનનું 

આ વચનામૃતની સમરી જોઈએ તો 
રસિક માર્ગને આત્મજ્ઞાનથી કલ્યાણ પણ થાય છે
કલ્યાણના માર્ગમાંથી પણ પડી શકાય છે 
કલ્યાણના માર્ગમાંથી પડવાના કારણોમાં 
૧.રસિક માર્ગમાં ભગવાનના વર્ણનની સાથે સ્ત્રી ભક્તો નું વર્ણન આવે ત્યારે મનમાં વિકાર થાય
૨. બ્રહ્મજ્ઞાન એવું અવળું સમજે જે બ્રહ્મ જ સ્થાવર જંગમ રૂપે થાય છે અને પોતાને જ ભગવાન માની લે છે જેનાથી ઉપાસનાનો ભંગ થાય 

કલ્યાણ થવાનો ઉપાય 
૧. રસિક માર્ગે કરીને ભક્તિ કરે ત્યારે ભગવાનના સ્ત્રી ભક્તો પ્રત્યે માતા બહેન કે દીકરી ની ભાવના કેળવવી અને મનમાં વિકાર થવા દેવો નહીં 
૨. બ્રહ્મજ્ઞાન કરીને ભક્તિ કરે તેને પોતાના આત્મા અને બ્રહ્મ સાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી 

બ્રહ્મ - પ્રકૃતિ પુરુષ વિ. સર્વના કારણ આધાર છે અને બધામાં અંતર્યામી શક્તિથી રહ્યા છે 

પરબ્રહ્મ - બ્રહ્મ પાંચ કરતાં જુદા છે અને બ્રહ્માના પણ કારણ આધાર અને પ્રેરક છે 

જય સ્વામિનારાયણ 
તારીખ 5 મે 2020

No comments:

Post a Comment

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...