પ્રોજેક્ટ પ્રભુના સાત સોપાન પૈકી આજે
સોપાન -૪ : વિચારવાની રીત કેવી હોવી જોઈએ ?તો તે ઉપર વાત કરીએ.
તર્ક તો નર્ક અને
હૃદય નો ભાવ તો ભાવ તારક નાવ
નો કેલ્ક્યુલેટર, ગેટ એલીવેટર
આમ વિચારવાની બાબતમાં મનથી વિચારોની જે ભાવના રાખવા માટે જણાવવામાં આવ્યું. તેને સમજવા
BT એટલે બુદ્ધિને તાળું
જ્યાં સુધી સત્પુરુષ ન મળે ત્યાં સુધી બુદ્ધિ વાપરવી પછી બુદ્ધિને તાળું મારી દેવું.
ઓપન હાર્ટ, ઓપન માઈન્ડેડ બનવું
શુદ્ધ ભાવથી જીવવું, આપણાને આજીવન જે પ્રાપ્ત થયેલ છે, એનો એક્સ્ટ્રીમ ગોલ છે, મોક્ષ છે.
તે મેળવવા માટે વિચાર એક સાધન છે, સાધ્ય તો જેમ મોક્ષ છે.
વિચાર એ સાધન છે તેમાં તો હૃદયની ભાવના જોડવામાં આવે તો તે દિવ્ય ગતિને પામે છે, એટલે દિવ્યભાવ રાખવામાં આવે તો ઊર્ધ્વગતિ થાય.
સોપાન : ૫ who is right એમ નહીં પણ what is right
કોણ સાચું છે તે નહિ પણ શું સાચું છે.
વ્યક્તિ ઉપર નહીં પણ વિષય ઉપર જાઓ
હું ક્યાં છું તેનો વિચાર કરો
વિવેકનું વચનામૃત ગઢડા પ્રથમ છ માં પોતાનો દોષ જોવા અને ટાળવાનો પ્રયત્ન કરો
અને જેમ બીજાનો જોવાનો આગ્રહ છે તેમ પોતાનો દોષ ટાળવાનો આગ્રહ રાખવો.
આ પ્રયત્ન, એપ્રોચ બદલો કે હું ક્યાં ખોટો છું, સત્ય ક્યાં છુપાયેલું છે.
ભલે સંવાદ થાય -વિવાદ ન થવો જોઈએ
ભલે મનભેદ થાય - મતભેદ ન થવું છે
હ્રદયનો શુદ્ધ ભાવ, નિસ્વાર્થ ભાવ રાખો.
સોપાન : ૬
સોપાન સાત અંતિમ સોપાન છે.
જો હૃદયનાભાવ શુદ્ધ તો ભાવ નિસ્વાર્થ
તો સોનું બાર આની
સોનીની પેઢીનું વચનામ્રત ગઢડા મધ્ય ૫૫ ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું કે જે મોક્ષ અંતિમ લક્ષ એ બધું બ્રહ્મ રૂપ થઈને જો શુદ્ધ ભાવથી કરવામાં આવે તો પ્રાપ્ત થાય છે તેમાં ગણતરી જરૂર નથી.
હૃદયના શુદ્ધ ભાવથી વાત કરો
નિસ્વાર્થ ભાવે વાત કરો તો તમામ સોપાન સર કરો.
સોપાન -૭ :
only i can change હું કેવળ મારી જાતને સુધારી શકું છું. આ એક સનાતન સત્ય છે અને
સબસે બડા જૂઠ છે કે હું બીજા ને સુધારી શકું છું બદલી શકું છું આ એક ભ્રમ છે
એક પ્રસંગ દ્વારા સમજીએ એક શાળામાં વિદ્યાર્થીઓને જો હું પ્રધાનમંત્રી હોઉં તો નિબંધ લખવા આપવામાં આવ્યો ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણા બધા પત્તા ભરી અને નિબંધો લખ્યા જ્યારે એક વિદ્યાર્થીએ માત્ર એક પાનનો જ નિબંધ લખ્યો છ-સાત લાઈનનો જ અને તે વિજેતા બન્યો કારણ તેમાં લખ્યું હતું કે હું બહુ તોફાની છોકરો છું અને આજથી હું નક્કી કરું છું કે હું જ્યારે પ્રધાનમંત્રી બન્યો છું ત્યારે આજથી હું તોફાન નહીં કરું મા-બાપને સન્માન કરીશ દેશ અને જન હિત માટે ના જ કાર્યો આવા જ સંદર્ભ ના ત્રણ ચાર વાક્યો નિબંધમાં લખ્યા હતા આમ પોતે પોતાની જાતને being કરી અને લખેલ.
ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જેટલો બીજાને સમજાવવાનો આગ્રહ છે એટલે પોતાને સમજવાનો હોય તો કાંઈ બાકી રહે નહીં.
જય સ્વામિનારાયણ
તારીખ 4 એપ્રિલ 2020
No comments:
Post a Comment