Saturday, 2 May 2020

આજ્ઞાથી થયેલ રક્ષા (નટવરભાઈ પટેલનો પ્રસંગ)

શ્રી નટવરભાઈ પટેલ તેમને આફ્રિકા ખાતે મહારાજે જે રક્ષા કરેલ તેના પ્રસંગોની વાત.         
(૧) સત્પુરુષની આજ્ઞામાં રક્ષા છે
મુંબઈ ખાતે ૧૯૯૫ માં અમૃત મહોત્સવ ચાલતો હતો ત્યારે નટવરભાઈને યુગાન્ડા આફ્રિકા જવા માટેની તક સાંપડતાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા લેવા માટે ત્યાં ગયા અને તેમને નિત્ય સત્સંગ કરવા માટે ની આજ્ઞા કરી. બેન્કમાંથી રાજીનામું ના મૂકવું અને રજા લઈને જ જવું અને ગમે તો રોકાઈ જ જજો એવી આજ્ઞા કરી.
જ્યારે તેઓ આફ્રિકામાં સેટ થઇ અને ભારત ખાતેની બેંકમાં રાજીનામું લખી અને ફરીથી આફ્રિકામાં સ્થાયી થવા જતી વખતે તેમને એન્ટબ્બે થી કંપાલા જતા રસ્તામાં થયેલ અકસ્માત માં તા.૧૦.૦૯.૧૯૯૬ મહારાજે રક્ષા કરી તેના પ્રસંગની યાદ તાજી કરી. બેભાન અવસ્થામાં પણ તેમણે પોલીસ ને ફોન નંબર આપ્યા અને બેન્ક અને મંદિરથી બધા હોસ્પિટલ આવી ગયા. હરિભક્તો એ તેમની ૩ મહિના બાપાના સંબંધનો મહિમા જાણીને સેવા કરી. 

(૨) સીટ બેલ્ટથી રક્ષા :
નટવરભાઈ તેમના નાના બાળકો સાથે નૈરોબી થી નકુરું દર્શન માટે જતા હતા અને તેમની કારને એકસીડન્ટ થયો તેની દસ મિનિટ પહેલા જ બાળકોને બેલ્ટ બાંધવા માટે નટવરભાઈ કહ્યું અને જે એક્સિડેન્ટ થયો તેમાં આખી ગાડી ક્રેસ થઈ ગઈ ત્યારે તેમાં કીર્તન વાગી રહ્યું હતું " પ્રભુ તમ વિના મારું બીજું કોણ છે" .આ ક્રેશ થયેલી ગાડી જોઈને કોઈ માની ન શકે કે આમાં કોઈ જીવતું હશે. પરંતુ તેમાં કોઈને ઊણી આંચ પણ આવી ન હતી.

અને તે સમયે એક રેસ્ક્યુ ટીમ આવી અને ગાડીને પોલીસ સ્ટેશન સુધી મુકી અને તે ટીમ ક્યાં ગઈ, ક્યાં થી આવ્યા અને કોઈ બિલ પણ મોકલ્યું પણ નથી. 

આવો એક બચાવ અને ચમત્કાર થયો 
ત્યારે જ્યારે બાપાને ફોન કર્યો ત્યારે બાપાએ કહ્યું:
મહારાજે રક્ષા કરી છે, અને ભવિષ્યમાં પણ રક્ષા કરશે.

(૩) બેન્ક રોબરી માં અદભૂત રક્ષા:
નૈરોબી માં બેંકમાં લૂંટારાઓ ઘૂસી ગયા અને ૩૦ સ્ટાફ મેમ્બર્સ ને સુવાડી દીધા અને ગનના આધારે બેન્ક લૂંટીને જતા રહ્યા. સામાન્ય રીતે આવી લૂંટ બાદ બધાને મારી ને જતા હોય છે પણ એવું ન બન્યું. નટુભાઈ એ પ્રમુખ સ્વામી મહારાજ ને ફોન કરી આભાર માન્યો કે તમે મારી રક્ષા કરી. બાપા બોલ્યા ' નટુભાઈ તમારા હિસાબે બધાની મહારાજે રક્ષા કરી છે '.

જયસ્વામિનારાયણ
સંકલન: નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
તારીખ 02-05-2020

No comments:

Post a Comment

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...