પ્રોજેક્ટ પ્રભુના સુખના સાત સોપાન અન્વયે શરૂ કરેલી ચર્ચામાં આજે સોપાન
બે અને ત્રણ વિષે ચર્ચા કરીશું.
સોપાન-ર દોષ રૂપઅવગુણો ટાળવા માફ કરો અને માફી આપો.
ક્ષમા કરો,
ઉદાર બનો - આવું સૂત્ર પ્રમુખસ્વામી મહારાજે આપેલું છે.
માફ કરો તો - દિલસાફ થાય
માફી માગો તો – ધ્રૂણાનો ત્યાગ થાય
આપણા જીવનનું ધ્યેય એક ગુરુનો રાજીપો છે
યોગીજી મહારાજ પણ કહેતા કે માફ કરવાથી હૈયામા આનંદના ફુવારા છૂટે છે, માફી આપવાથી આનંદ મળે. માળાના મણકા બની શકાય. ઉદાર ભક્ત બની શકાય.
માફ કરવું એટલે સહન કરવું
માફી આપવાની રીત પણ સમજવા જેવી છે
માફી કોઈપણ જાતની ગણતરી કે તર્ક વગરની હૃદયથી આપવી જોઈએ
ગઢડા પ્રથમ છઠ્ઠા વચનામૃતમાં શ્રીજી મહારાજ વિવેકી અને અભિવ્યક્તિની વાત
સમજાવતા પણ માફ કેવી રીતે કરવું તેની વાત કરેલી છે
ગઢડા અન્તય ચોવીસમા શ્રીજી મહારાજ જણાવે છે કે કામ ક્રોધ લોભ રૂપી અવગુણનો દોષ
ટાળવો હોય તો કથા શ્રવણ ભક્તિથી તે દોષ નાશ
પામે છે
અમદાવાદ 8 વચનામૃતમાં પણ શ્રીજી મહારાજ
જણાવે છે કે ભૂંડા સંકલ્પરૂપી દોષ પીડતા હોય અને તેમાંથી નિવૃત્તિ મેળવવી હોય તો
બે હાથ જોડીને પ્રાર્થના કરવી.
આ માટે લાક્ષણિક બનવા માટે સરળ પધ્ધતિ છે
આપણે સામેવાળી વ્યક્તિ માટે આવો વિચાર કરવો
I accept you
I forgive you
I respect you
I love you
I choose you
આંમ દોષરૂપી અવગુણો ટાળીને આદર્શ ભકત બનીએ.
સોપાન-૩ વિચાર વાણી અને વર્તનમાં એકતા
વિચાર વાણી વર્તન માં એકતા હોય તે જ મહાત્મા
વિચાર વાણી વર્તન માં એકતા હોય તો જ સત્સંગનું શું સુખ આવે.
શ્રવણ મનન નિદિધ્યાસ અને સાક્ષાત્કારનું સારાંગપુર 3 વચનામૃત જીવન બનાવવું
જોઇએ.
વિચાર બનાયે જિંદગી
મહાન વ્યક્તિના જીવનમાં વિચાર વાણી અને વર્તન ની એકતા જોવા મળે છે અને જો આ
એકતા ન હોય તો તેની પર્સનાલિટી,
સ્પલીટ થઈ જાય છે,
ખોટી મેમરી યાદ રાખવી પડે, ટેન્શન વધે, પ્રભાવ કે વજન ન પડે, અને સામી વ્યક્તિત્વ ઉપર પણ
ન પડે. આ માટે વિચાર,
વાણી અને વર્તનમાં એકતા હોવી જોઇએ.
અંતતઃ શ્રી નટવરભાઇએ સેટેલાઇટ વિસ્તારના વરિષ્ઠ સત્સંગી શ્રી ડો. મૃદુલભાઇ પારેખનો દાખલો
ટાંકીને જણાવ્યું કે તેમના જીવનમા વિચાર,
વાણી અને વર્તનમાં એકતા સારધાર દેખાય છે.
તો આજના દિવસે શ્રીજી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદના
કે ,
અમારા જીવનમાં વિચાર,
વાણી અને વર્તનમાં એકતા આવે અને અભાવ અવગુણરૂપી દોષ ટળીને નિર્દોષભાવ આવે એજ પ્રાર્થના.
અસ્તુ,
નરેન્દ્ર રાઠોડના સૈાને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ
૦૧/૦૫/૨૦૨૦ શુક્રવાર
No comments:
Post a Comment