Tuesday, 19 May 2020

ગઢડા મધ્ય ૧૧


ગઢડા મધ્ય ૧૧
કર્મમાત્ર ભક્તિરૂપ થયાંનું

માયા તર્યા અને કલ્યાણી સ્પષ્ટતાઆ વચનામૃતમાં શ્રીજી મહારાજ કરતા જણાવે છે, કે જેમ ઘી ખાવાથી રોગ થયો હોય તો તે રોગને દુર કરવા માટે પણ ઘી ખાવડાવીને રોગ દુર થાય છે. જો તેમાં ઔષધ ભેળવીને ખવડાવવામાં  આવે તો એ જ રોગ મટે છે. જેમાં ભગવાનના જ્ઞાનરૂપી ઔષધથી આ ભવ રોગ મટે છે,  

આ માટે ત્રણ ગુણથી પર ગુણાતીત થવું પડે છે. આ રીતે પર્વતભાઈ ખેતી કરતા હતા તેથી તેઓ ખરેખર આ સત્સંગી કહેવાયા. તેવી ભાવનાથી તમે કર્મ કરો છો ?  તે મહત્વનું છે. મુખ્ય તો ભગવાનની પ્રસન્નતારૂપી ઔષધ ભળે તો કાર્ય થાય.

ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કર્મ કરવામાં આવે તો તે કર્મ નિર્મૂળ થઈ જાય છે -  ભક્તિરૂપ થઇ જાય છે.

કર્મ ભકિતરૂપ થવું એટલે શું ?
કે હું કર્તા છું એમ સમજીને કર્મ કરે તો એ કર્મ ભોગવવા પડે, બંધન થાય અને જન્મ મરણ નો ચકરાવો લાગુ પડે. પણ જો હું કરું છું એમ નહીં, કર્મભગવાનની પ્રસન્નતાને  અર્થે કરું છું.  એમ સમજીને જેમ કરે તો... કર્મ ભક્તિરૂપ થાય અને નિર્ગુણ થઈ જાય
ઉદાહરણ તરીકે
અર્જુનને કર્મનો દોષ ન લાગ્યો
તેમ ભગવાનની પ્રસન્નતાને અર્થે, તે જ કર્મ થાય, ભક્તિરૂપ થાય.

પણ એ કર્મ કયારે ક્યારે ભક્તિરૂપ થાય ?  
તો જો આ કર્મ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ કરું છું તે માની અને કાર્ય કરે તો
ઉદાહરણ તરીકે
પર્વતભાઇ  ભાઈ ખેતી કરતા
ગોપીઓને દુર્વાસા ઋષિને જમાડવા માટે યમુના એ માર્ગ આપ્યો
ગોરધનભાઈ અમને જમાડો તો બ્રશ કર્યા વગર કે નાયા વગર સુખડી ખાવા લાગ્યા તો તેઓ ભગવાનને સંભારીને જમતા હતા
ગોપીઓ મહી વેચવા જતી તો બોલે કે લ્યો કાન,  લ્યો કાન

ટૂંકમાં
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ જે ચાર પુરુષાર્થ છે. તે પૈકી ધર્મ, અર્થ અને કામએ પ્રવૃત્તિનું ફળ માત્ર  સ્વર્ગ પાતાળ અને મૃત્યુલોકમાં ફર્યા કરવાનું છે.  
જ્યારે મોક્ષ તે અર્થે પ્રવૃત્તિનું ફળ તે મોક્ષ કલ્યાણ પ્રાપ્તિ છે. અને તે ભગવાનની પ્રસન્નતાને અર્થે કરેલ કાર્ય કરવાથી થાય છે. તે સમજવાનું છે.

આજની ગોષ્ઠિમાં નટવરભાઇ અને પ્રભુદાસભાઇના ભાઇ પ.ભ. શ્રી જયંતિ ભગત પણ આજે પ્રથમ વખત ગોષ્ઠિમાં જોડાયા તો તેમનું સ્વાગત કર્યું અને તેમણે તેમના સાધક અનુભવે આ વચનામૃત ટૂંકમાં સમજાવતા કહ્યું કે
મૂળિયા એ પંચવિષય છે અને
આ પંચવિષયમાંથી બહાર આવી હવે ગૃહસ્થ માત્રે આ જ સમજવાનું છે
તેમજ પ.પુ. મહંત સ્વામી મહારાજે પણ આપણે  બધા મૂકતો છીએ, દિવ્ય છીએ, અને સત્પુરુષના વચનમાં રહી દિવ્યભાવ અને પ્રાપ્તિનો મહિમાના સતત વિચાર સાથે જીવવાનું શીખવ્યું છે. તો એ માર્ગ આપણે સૈા આગળ વધીએ તે માટે પ્રાર્થના.

જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
તારીખ 19-5-2020
યોગી જયંતિ


No comments:

Post a Comment

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...