Wednesday, 20 May 2020

ગઢડા મધ્ય ૧૨


ગઢડા મધ્ય ૧૨
રાજનીતિનું
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક વાત કરીએ છીએ તે સર્વ સાંભળો,
એક જ સાધન કલ્યાણને અર્થે કહીશું, તે એકને વિષે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે તે કયું? તો
પુરુષપ્રયત્નરૂપ જે ઉપાય છે.  તેને સાવધાન થઈને કરે તો, જેટલાં કલ્યાણને અર્થે સાધન છે, તે સર્વે પુરુષપ્રયત્નરૂપી સાધનને વિષે આવે છે; માટે પુરુષપ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે.
શ્રીજીમહારાજ બોલ્યા જે, “રાજનીતિ એમ ભણવી જે,
પ્રથમ તો ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે જાણવું.
પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું ને
ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા,
પણ ગ્રામ્યવાર્તા હોય તે સાંભળવા દેવી નહીં.
તેમ જ ત્વચા તે ભગવાન ને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે;
અને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું જ દર્શન કરે; અને
રસના તે અખંડ ભગવદ્‌ગુણને જ ગાય ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે; અને
નાસિકા તે ભગવાનનાં પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે;
પણ કુમાર્ગે કોઈ ઇન્દ્રિયને ચાલવા દે નહીં.
એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિષે હુકમ કોઈ ફેરવે નહીં. અને
એવી રીતે પુરુષપ્રયત્ને યુક્ત જે વર્તે ને નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે
એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે.

એવી રીતે રાજનીતિ જાણ્યા વિના બે વાતે બગાડ થાય છે;
તેમ જીવ પણ જો રાજનીતિને જાણ્યા વિના કાયાનગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહીં.
પુરુષપ્રયત્ન એટલે મોટાપુરુષ કહે તેમ કરવું. કથામાં આવવું, ઇન્દ્રિય અંતઃકરણ ને નિયમમાં રાખવા.

જીવને અભિનિવેશ થયો છે.
હું અને મારું તેનો જે અભિનિવેશ આ જીવને થઈ ગયો છે, તે સમજાય, તો રાજનીતિ રમી શકો.
જીવ આ દેહમાં રહ્યો છે, તે નિયામક, નિર્દેશક છે.
તે ઇન્દ્રિયો અંતઃકરણ તેની ઉપર ચઢી બેસે અને જીવને દબાવી દે તો જીવ નિર્બળ થઈ જાય છે.  સત્સંગ તો જીવને ગમે છે, પરંતુ ઇન્દ્રિયો અંતઃકરણ અને બીજા કોઈને ગમતો નથી.  તેને વશ કરવા કાબૂમાં રાખવા માટે ઇન્દ્રિયો, અંતઃકરણ અને મન ઉપર નિયમન રાખવા શ્રીજી મહારાજ અત્રે જણાવે છે અને તે માટેનું સાધન પુરુષપ્રયત્ન બતાવ્યું છે.
આમ ભગવાન, શાસ્ત્રને સત્પુરુષની આજ્ઞા દ્વારા તે સિદ્ધ થઈ શકે છે.
ટૂંકમાં સમજીએ તો પુરુષપ્રયત્નનું સાધન એટલે જે સાવધાન થઈને કલ્યાણને માર્ગે ચાલ્યો એ છે અને સ્વભાવ જીત્યાનો પણ મોટો ઉપાય થશે.  તે માટે રાજનીતિ શીખીને ઇન્દ્રિયો અંતઃકરણ ને વશ કરવા, અંતઃકરણને ભગવાન સાથે જોડવું. જાણપણું રાખી અને ભગવાન સંબંધી વિષયો ભોગવી અને ક્રિયા કરવી. આમ કલ્યાણના માર્ગે ચાલતા ઇન્દ્રિયો અને અંતઃકરણના ગુલામ ન બનવું.  

એક બીજી ચર્ચા પણ થઇ
પ્રકૃતિ એટલે - સંચિત કર્મો થી પડેલી ટેવ (જેમ આપણે કહીએ છીએને કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય)
સ્વભાવ એટલે આ મનુષ્ય દેહ મળ્યા પછી ઉભું કરેલું અંગ -  જે ટાળી શકાય છે

પ્રોજેકટ પ્રભુના ભાગરૂપે આવતા અઠવાડીયાથી હવે બે કોળીયા ઓછા ખાવા એવો પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો.

જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
તારીખ 20-5-2020

No comments:

Post a Comment

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...