Monday, 18 May 2020

ગઢડા મધ્ય ૧૦

ગઢડા મધ્ય ૧૦

નિશ્ચયરૂપી ગર્ભના જતનનું

શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય
વચનામૃત ગઢડા મધ્ય 10
નિશ્ચય ગર્ભના જતનનું
આ વચનામૃતમાં શ્રીજી મહારાજ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એકાંતિક ધર્મના ચાર પાયા પૈકી ભક્તિને શાસ્ત્ર તરીકે જો ન સમજે તો તે શસ્ત્ર બની જાય,  અને તે પણ સત્પુરુષ થકી સમજવું.

અક્ષરપુરુષોત્તમ ઉપાસના કરતાં કરતાં હવે એટલું જ સમજવાનું કે કર્તા,  પ્રગટ, સાકાર  અને સર્વોપરી સાથે સાથે પાંચ અનાદી તત્વ જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મએ મોક્ષમાર્ગના સાધકએ આ સાધનામાં સારી રીતે સાધ્ય કરવા હોય તો, સાકાર ભક્તિનું કહેતા નવધા ભકિતનું પ્રતિપાદન શ્રીજી મહારાજ પણ કરતાં જણાવે છે કે,  

આ નિશ્ચયનું જતન કેવી રીતે કરવું ?
તો તેને એક લૈાકીક ઉદાહરણ  - જેમ નિશ્ચયરૂપી ગર્ભનું જતન કરવામાં આવે તો તેનું ફળ પ્રાપ્ત થાય છે. તેમ  આ વાતને સમજાવવામાં આવેલ છે.

કેટલાક આ વચનામૃત આધારે સિધ્ધાંત ખોટો કરતા હોય ત્યારે શું સમજવું અને સમજાવવું.
ત્યારે એક ચર્ચા થઈ કે,  જ્યારે પક્ષના લોકો અક્ષરપુરુષોત્તમના આ સિદ્ધાંતને ખોટો કરવા માટે ગઢડા મધ્ય 10 અને ગઢડા પ્રથમ 51 નો આધાર લઇ અને અક્ષરની જ જરૂરિયાત નથી, તેમ સમજાવતા હોય છે.  ત્યારે આ નિશ્ચય આપણા મનમાં જો સ્પષ્ટ હોય તો. સાચી સમજણ બને. આ માટે કેટલાક ટુંકમા મુદૃા આ મુજબ છે.

·         ટૂંકમાં અક્ષર લુપ્ત થઇ જાય તો ઉપાસના ખોટી પડે અને
·         પુરુષોત્તમની ભક્તિ કરવી હોય તો પાંચ અનાદી તત્વ છે. તેને તથા  
·         સ્વામી સેવક ભાવે નિશ્ચય કરવો અને
·         પુરુષોત્તમ થવા કોઈ સમર્થ નથી.  
·         અરે પુરુષોત્તમ રૂપે જો કોઈ થઈ શકતો હોય તો
·         જેમ દુધમાં દૂધ મળે તેમ સમજે તો તત્વના ભેદ ખોટા થાય અને
·         બંને અસ્તિત્વ અલગ છે તેમ સમજે તો જ પાંચ અનાદિ તત્વો સમજાવ્યા તે પ્રમાણે થાય અને
·         અક્ષરની આવશ્યકતા નથી. અને તે મુજબ છ તત્વો થયા તો તે સિદ્ધાંતની વિરુધ્ધ છે
·         આમ અક્ષરપુરુષોત્તમના સાધકે
આ વચનામૃત માંથી ઉપાસનાનો,  આ પણ મુદ્દો સમજવો રહ્યો

નિશ્ચયરુપી  ગર્ભનું જતન કરતા કરતા નિશ્ચયમા અનિશ્ચયનું ઘાટ ન થાય તે માટે શું કરવું ?
·         તો તે માટે જે ચાર પ્રકાર ના કુસંગ કહયા છે તેનો ત્યાગ કરો, જેથી મન વિભ્રાન થાય
·         મનુષ્યભાવ અને દિવ્ય ભાવ ને વ્યવસ્થિત સમજવા
·         મન સાધક માટે સૌથી મોટું વિધ્ન છે.  
·         મન છે એ રમાડી ના જાય એ બાબતે ખાસ કાળજી રાખવી, આ બાબતમાં સાવધાની રાખવી

આ પ્રકારે આ વચનામૃત  ગઢડા મધ્ય દસમા આધ્યાત્મિક માર્ગમાં સાધકે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ પૈકી ભક્તિરૂપી નિશ્ચયરુપી  સાકારની ભકિતને પ્રતિપાદન કરવા શ્રીજી મહારાજ જણાવે છે. તો આ સમજણ આપણાંમાં સુદૃઢ થાય તેવી પ્રાર્થના સહ , સૈાને જય સ્વામિનારાયણ.

નરેન્દ્રરાઠોડ,
અમદાવાદ
તારીખઃ ૧૮-૦૫-૨૦૨૦ 

No comments:

Post a Comment

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...