Thursday, 14 May 2020

ગઢડા મધ્ય ૮ (દિવસ-ર)


ગઢડા મધ્ય ૮  (દિવસ-ર)
એકાદશીનું, જ્ઞાનયજ્ઞનું ,  અંતદૃષ્ટિનું


જ્ઞાનયજ્ઞ એટલે –
દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન પોતપોતાના વિષયમાંથી ખેંચીને બ્રહમઅગ્નિમાં જોડવા.

જ્ઞાનયજ્ઞ કે અંતર્દૃષ્ટિ એટલે શું ?
જેમ બહાર ભગવાનના દર્શન, પુજા, કથા, કીર્તન વિ. ક્રિયાઓ કરીએ છીએ
તેમ  અંતરમાં ભગવાનની મૂર્તીને ધારીને દર્શન પુજા, કથા, કીર્તન વિ. ક્રિયાઓ કરીએ તે


સગુણ નિર્ગુણની ઘણી ચર્ચા થઇ અને સ્પષ્ટતા પણ થઇ
પ્રત્યક્ષ ભગવાનનો સંબંધ જેમાં હોય તે બધું નિર્ગુણ કહેવાય

માયાના ત્રણ ગુણ રજોગુણ,તમોગુણ અને સત્વગુણ
જીવ જયારે આ ગુણે સહિત હોય ત્યારે તે માયાવિષ્ટીત,  છે અને
જીવ જયારે આ ગુણથી પર હોય ત્યારે તેને નિર્ગુણ, બ્રહ્મસ્થિતી,ગુણાતીત, માયાતીત કે દેહાતીત જેવા શબ્દોથી જાણીએ છીએ. એટલે જ તો બ્રહ્મરૂપ થવું એટલે આ માયાના ત્રણ ગુણ રજોગુણ,તમોગુણ અને સત્વગુણ, જાગૃત સ્વપ્ત, સુષુપ્ત – ૩ અવસ્થા, અને સ્થુળ સુક્ષ્મ અને કારણ ૩ દેહ થી પરની અવસ્થા એટલે જ બ્રહમરૂપ. આ માટે સાતત્યની જરૂર છે. ઉપાસના, સાધના અને જ્ઞાનમાર્ગમાંઅક્ષરરૂપ થઇ પુરુષોતમમાંજોડાવું એ બીજ રૂપ વાત છે.

જ્ઞાનીની સમજણ એટલે ઇન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમી દેવી એટલે – જ્ઞાનયજ્ઞ

પરમપદ એટલે
પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ પરમપદ છે.
હવે શું કરવાનું છે ? સહજાનંદ
પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તો થઇ ગઇ,  પણ હવે તેમા મન કર્મ વચને જોડાવાનું છે. ભાવ પકડવાનો છે.
અંદરથી ઉમળકો આવે, મહિમા સમજાય, હેત થાય  સહેજે સહેજે થાય તો સમજવાનું કે સહજ આનંદ થયો.

સગુણ કે નિર્ગુણ એ – ગુણની સ્થિતી છે. જે જીવ અને ઇશ્વર કોટિ પુરતી જ લાગુ પડે છે  જયારે અક્ષર અને પુરુષોતમ થી તે પર છે.


અંતમાં ફરીથી અંતર્દષ્ટિ અને જાણપણાની વાત ઉપર ચર્ચા જઇ અને સ્પષ્ટતા થઇ
Dissection of the past and projection of future એવી સમજણા ભાઇશ્રી પ્રભુદાસ તરફથી પ્રાપ્ત થઇ.

જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
તારીખ ૧૪-૫-૨૦૨૦

No comments:

Post a Comment

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...