Monday, 11 May 2020

સેટેલાઈટ સત્સંગ મંડળએ સંપ,સુહૃદભાવ અને એકતાનું જીવતું જાગતું ઉદાહરણ છે.

સેટેલાઈટ વિસ્તારમાં લગભગ ૧૧૦ જેટલા હરિભક્તોનું WhatsApp ગ્રુપ બનાવીને આ કોરોના વાયરસના lockdown સમયગાળામાં હરિભક્તો એકબીજાના મહિમા અને ગુણોનું ગાન કરે ઇવો એક પ્રયત્ન કરવામાં આવ્યો.
આ whatsapp ગ્રુપ બનાવી અને જે આયોજન કરવામાં આવેલ તેનો ટૂંક અહેવાલ પરમ ભગવદીય શ્રી નટવરભાઇ પટેલ આજે આપ્યો.

તેમણે વાતની શરૂઆત કરતાં  ગુણાતીતાનંદ સ્વામીની વાત પ્રકરણ-૪ 136 નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે 
ભગવાનના ભક્તના ગુણ કહેવા તેમાંથી જીવ બ્રહ્મ રૂપ થઈ જાય છે ને એમાં દાખડો કાંઈ પણ ન મળે એમ કરવાનું કહ્યું છે પણ ફલાણો આવો અને   ફલાણો આવો એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા.ને તેનું આપણે શું કામ છે, ને કોઇને નહીં સમજાતું હોય તો વળી આગળ સમજાશે. તેની શું ઉતાવળ છે, અને ક્યાં ભાગી જાય છે, પણ કોઇના દોષ ન કહેવા. તેમાં લવા અને બાદશાહ નું દ્રષ્ટાંત દીધું.

આમ સ્વામીની વાત થી શરૂઆત કરી ઘણા બધા હરિભક્તોના ગુણગાન ગાવામાં આવ્યા.
(૧) સેટેલાઈટ મંદિર જ્યારથી થયું એટલે કે આશરે ૧૮ થી ૨૦ વર્ષથી એકધારી સેવા કરતા ઘણા હરિભક્તો જોવા મળ્યા 
(૨)સત્સંગ શિક્ષણ પરીક્ષામાં સેવા બજાવતા એક હરિભક્ત દંપતી બંને પતિ-પત્ની એ સતત સંપૂર્ણ સમર્પણ ભાવથી સેવા કરે છે અને બીજાને પ્રેરણા આપે છે અને નિસ્વાર્થ ભાવે ઉંડાણપૂર્વકની સેવા કરે છે
(3) પ્રસાદ મંડળ દ્વારા યજમાનને પ્રસંગોચિત જે પ્રસાદ કર્યો હોય તેનો પણ આનંદ થાય, યોગ્ય પ્રસાદ થાય અને આ કાર્યમાં સતત સાતત્ય જળવાય તે રીતે કાર્યકરો સેવા કરી રહ્યા છે 
(૪)મોટા મોટા હરિભક્તો તેમજ મોટી પદવી ધરાવતા હરિભક્તો પણ સત્સંગમાં નાનામાં નાની સેવા કરવામાં જરા પણ ઉણપ ધરાવતા નથી અને નાનામાં નાની સેવા કરતા જોવા મળે છે
(૫)ડોક્ટર મૃદુલભાઈ પારેખ જે આંખના સર્જન છે પાયાના હરિભક્ત છે અને સત્સંગના વિકાસ કાર્યમાં તેઓએ સંપર્ક દ્વારા ઘણી સેવા કરી છે પોસ્ટકાર્ડ લખે છે ફોલો કર્યા છે અને આજે ઘણા હરિભક્તો છે કે ડોક્ટર મૃદુલભાઈ પારેખના કારણે થયા છે 
(૬)હસમુખભાઈ છેલ્લા 18 વર્ષથી તેઓ એકાઉન્ટ ની સેવા કરે છે પૂર્વ કોઠારી સત્સંગીજીવન સ્વામીની આજ્ઞાથી તેઓએ આ સેવા એકધારી કરેલ છે તેમના દીકરાઓ પરદેશમાં છે અને એકાઉન્ટની સારી skill ધરાવતા હસમુખભાઈ ને ઘણી જોબની ઓફર આવવા છતાં તેઓએ મંડળની એકાઉન્ટ ડીપાર્ટમેન્ટની સેવા accuracy સાથે કરેલ છે જેની નોંધ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી એ પણ લીધેલ છે તદ ઉપરાંત તેઓ નિત્ય મંદિરે દર્શન કરવા આરતીમાં પણ નિયમિત છે 
(૭)ડૉ શિરીશ ભાઈ પટેલ જેવો પણ આંખના સર્જન છે અને કોઈપણ પેશન્ટ જ્યારે તેમની પાસે આવે તો શરૂઆતની 15 મિનિટ તેઓની સાથે સત્સંગની વાત કરી અને તેને સત્સંગથી પ્રોત્સાહિત કરે છે આમ તેઓ પણ સત્સંગ સંપર્ક ની સારામાં સારી સેવા એ ઘણા વર્ષોથી કરી રહ્યા છે અને બહુ સરળ સ્વભાવના છે 
(૮)સેટેલાઈટ મંદિરના મહારાજા જે પણ પ્રગટ છે ત્યાંના કાર્યકર શ્રી નીલેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા મનસુખભાઈ પંડયા નો પ્રસંગ જણાવતાં તેઓ કહે છે કે એ બાઈ હરિભક્તો ને મનમાં એમ કે મારા પતિ ધામમાં જ ગ્યા છે કે કેમ ?તેની ખાતરી કરવાની તેમને મને મનોમન તેમની ઇચ્છા રહેતી હતી. એક રાત્રે સ્વપ્ન દરમિયાન તેહરિભક્તોના સખા હતા તેને  મુક્ત રૂપે રોબિન્સ ખાતે  દર્શનમાં આવ્યા અને તેમને ભેટ્યા અને ડાયરીમાં આ પ્રસંગ લખ્યો.પછી આ વાત થઈ ત્યારે તેમણે એની પ્રતીતિ થઇ 

(૯) શંભુસિંહ  બાપુ દાજીબાપુના કુટુંબના છે અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સ્વપ્નમાં પણ તેઓ આવેલા છે 
(૧૦)શ્રી રામચંદ્ર ભાઈ બારોટ જેઓ શાસ્ત્રીજી મહારાજના વખતના હરિભક્ત, નિત્ય સંધ્યા આરતીમાં આવે અને તેઓએ સંસ્થાની મોટી સેવા પણ કરેલી છે મહિમા પણ છે

(૧૧)એક નવા હરિભક્તોને સત્સંગ થયો અને તેવા સભામાં આવ્યા ત્યારે બાપા તેમની પાસેથી પસાર થયા પણ તેમને બોલાવ્યા નહીં ત્યારે મનમાં સહેજ વિચાર ચાલ્યા કરતો ત્યારે પ્રવક્તા ડોક્ટર શિરીષ પટેલ બોલ્યા કે સત્પુરુષના વાળના દર્શન થાય તો પણ કલ્યાણ થઈ જાય ત્યારે તેમને મનમાં થયું કેમ સત્પુરુષ મારી બાજુમાંથી પસાર થયા છે, તો મારે સંશય રાખવાની જરૂર નથી. અને  તેઓ  ભક્ત બની ગયા

(૧૨)  આ ઉપરાંત શારીરિક,આર્થિક મુશ્કેલી વાળા ઘણા બધા હરિભક્તો એ પણ મહિમા સમજી અને સેવા કરેલી છે 
(૧૩)મહિમા અને નિષ્ઠાવાન હરિભક્તો સમજણ વાળા ભક્તો પણ ઘણા બધા આ મંડળમાં છે 
(૧૪)પૂજારી મંડળ પણ રોજ સવારે નિયમિત  સેવા આપે છે 
(૧૫)ડો.શાંતિભાઈ ઓર્થોપેડિક સર્જન જેઓ રોજ નિત્ય સેવા આપે છે તેમ જ  કાર્યકર છે અને તેઓ સરળ પ્રકૃતિના છે અને મંદિરમાં અષ્ટકગાન કરે અને નાનામાં નાની સેવા પણ કરે છે 
(૧૬)બંગાળી હરિભક્ત રાજીવ દાસને કેવીરીતે સત્સંગ થયો  એ પણ પ્રસંગ ચર્ચા કરવામાં આવી

ટૂંકમાં:
સેટેલાઈટ સત્સંગ મંડળ એ સંપ,સુહૃદભાવ અને એકતાનું જીવતું જાગતું ઉદાહરણ છે.

નરેન્દ્ર રાઠોડ 
જય સ્વામિનારાયણ
તારીખ ૧૧.૦૫.૨૦૨૦

No comments:

Post a Comment

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...