Friday, 22 May 2020

ગઢડા મધ્ય ૧૩ દિવસ ૧-૨


ગઢડા મધ્ય ૧૩
તેજનું

આજે નટવરભાઇ અન્ય કોલ ઉપર વ્યસ્ત હોઇ, પ્રભુદાસભાઇ,જયંતિભગત અને નરેન્દ્ર રાઠોડ દ્વારા ગઢડા મધ્ય ૧૩ અગત્યનું વચનામૃત હોઇ તેનું વિશેષ સમજણપુર્વક વાંચન કર્યુ. અને શ્રીજી મહારાજ અહીં કેટલીક અતિ મહત્વની વાત કરવા માટે કેવી પુર્વભૂમિકા બાંધે છે તે અંગે ચર્ચા કરી.


અગત્યના મુદૃાઓઃ ગોષ્ઠિ કરવામાં આવી.

·         શ્રીજી મહારાજ અમાસના દિવસે તેજ ની વાત કરે છે.
·         મોટેરા મોટેરા, વાતને સમજતા હોય, ચિત્ત દઇને સાંભળો વિ. બાબતો તથા દંભે, માને, કે સારૂ લગાડવા આ વાત નથી કરતા, તેમજ અમે દીઠેલી અનુભવ સિધ્ધ અને શાસ્ત્રમાં મળતી વાત કરવી છે.
·         મહિમા રૂપી ખટાઇની વાત ( ગ.મ.૧  અને ગ.પ્ર.૨૪) મુજબ સમજવા..
·         અહીંયા મહારાજ જે તેજ ની વાત કરે છે. તે   હ્રદયકાશમાં – તેજ ,  જેમ વાદળા આકાશમાં તેમ હૃદયમાં તેજ, આ તેજ મૂર્તી  તે કેવી છે ? તો ઘનશ્યામ, શ્યામ છે તેજે કરીને શ્વેત, દ્વીભુજ, ચરણ, મનોહર, મનુષ્યાકાર,  અતિશૈામ્ય,  કિશોર, ઉભેલી, બેઠેલી, કયારેક હરતી ફરતી...
·         આ અક્ષરધામનું વર્ણન છે એમ સજમવું, ચારેકોર મૂકતો બેઠા છે. બધા એક નઝરે  જોઇ રહયા છે. (એમાં હું પણ બેઠો છું )
·         શ્રીજી મહારાજ અક્ષરધામ  થકા જ બોલે છે. આ સ્થિત બ્રહ્મિસ્થિતી છે.
·         અક્ષરંઅહં પુરુષોતમ દાસોસ્મિ – આ સૂત્ર પ્રગટ ભગવાને આપેલ છે. અને એ જ પ્રગટ ભગવાન હાલ નેનપુરમાં બેઠા છે. એજ અક્ષરધામનું મધ્ય છે. એવી સમજણ, દિવ્યભાવ, પ્રગટની પ્રતિતિ આવે તો એ જ દિવ્યસભા દેખાયા જણાયા વગર રહે નહી. અને મૂર્તિ પણ દેખાય
·         અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચવિષય કે કામ, ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહજે જિતાઈ જશે.
·        ભગવાન આ લોકને વિષે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. 
·         ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તો પણ કૈવલ્યરૂપે જ છે 
·         ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે
·         ભગવાનનાં વસ્ત્ર, અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાન-પાનાદિક જે જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ
·         અહીંયા અક્ષરાતીત કૈવલ્યમૂર્તિ = શ્રીકૃષ્ણ ભગવાન કહયા તો તેનું શું અને કેવીરીતે સમજવું.
·         શ્રીકૃષ્ણ ભગવાનમાં જ રહીને શ્રીજી મહારાજ બોલે છે. એમ સમજવું
·         ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે અને પરમ પદને પામે છે
·         અહીંયા અક્ષરાતીત કૈવલ્યમૂર્તિ = શ્રીકૃષ્ણ ભગવાન કહયા તો તેનું શું અને કેવીરીતે સમજવું.
·         શ્રીકૃષ્ણ ભગવાનમાં જ રહીને શ્રીજી મહારાજ બોલે છે. એમ સમજવું.
·         અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે; અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિષે લીન થાય છે
·         ભગવાનના જન્મ ને દેહ મૂક્યાની રીતિ તો અલૌકિક છે
·         ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજ્યામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો.

નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
તારીખ  ૨૧/૨૨-૦૫-૨૦૨૦

No comments:

Post a Comment

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...